વડોદરા: મંજુસરમાં ડમ્પર વીજ લાઇનને અડી જતાં લાગી આગ,ગોઝારા અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update

વડોદરામાં સર્જાઈ ગોઝારી ઘટના 

મંજુસર જીઆઈડીસીનો બનાવ 

ઔદ્યોગિક કચરો ખાલી કરવા આવ્યું હતું ડમ્પર 

ડમ્પર વીજ લાઇનને અડી જતાં ભડકે બળ્યું

બે કમભાગીઓ જીવતા જ ભૂંજાયા 

વડોદરાના સાવલી ખાતેની મંજુસર જીઆઈડીસીમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
વડોદરાના સાવલી ખાતેની મંજુસર જીઆઈડીસીમાં HPCL ચોકડી પાસે એક ડમ્પર ઔદ્યોગિક કચરો ખાલી કરવા માટે આવ્યું હતું,જોકે વિધિની વક્રતા એ હતી કે આ ક્ષણે ડમ્પરનું હાઇડ્રોલિક ઉંચકવામાં આવતા ઓવરહેડ વીજ લાઈનમાં અડી ગયુ હતુ.જેના કારણે ડમ્પરમાં આગ લાગી ગઈ હતી,અને જોતજોતામાં ડમ્પર ભડકે બળવા લાગ્યું હતું.જેમાં બે કમભાગી યુવાનો ડમ્પરની આગમાં જીવતા જ ભૂંજાઈ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટના અંગેની જાણ મંજુસર પોલીસ તેમજ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી,અને ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગમાં લપેટાયેલા ડમ્પર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.ઘટનાની ગંભીરતા પારખીને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા,અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.     
Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.