-
ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો મામલો
-
નરાધમે એક મહિનામાં 2 વાર રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટના
-
હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ
-
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા વડોદરા ખાતે પહોચ્યા
-
બાળકી અને તેના પરિજનો સાથે મુલાકાત કરી સંવેદના દાખવી
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. 10 વર્ષની બાળકી સાથે નરાધમે એક માહિનામાં 2 વાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં બાળકી હાલ વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, ત્યારે આજરોજ પીડિત બાળકી તેમજ તેના પરિવારના ખબર અંતર પૂછવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વડોદરાની SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. વડોદરા ખાતેથી મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ. બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ.
ગુજરતમાં ઝારખંડ કરતા વધુ સારી આરોગ્યની સુવિધાઓ છે. આ સાથે જ મનસુખ વસાવાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સરકાર આ ઘટનાને લઇને ચિંતિત છે. સરકાર શક્ય તેટલી મદદ માટે તત્પર છે, વધુમાં આરોપી ઝારખંડનો છે, અને તેની માનસિકતા માફ નહીં કરી શકાય તે અંગે પણ સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું.