Connect Gujarat
વડોદરા 

'સોખડા મંદિર વિવાદ',સોખડા છોડવા માંગતા પ્રબોધસ્વામી જૂથના સંતોને ચીમકી,જાણો શું છે સમગ્ર મામલો..?

સોખડા મંદિર વિવાદ,સોખડા છોડવા માંગતા પ્રબોધસ્વામી જૂથના સંતોને ચીમકી,જાણો શું છે સમગ્ર મામલો..?
X

હરિધામ-સોખડા મંદિર ગાદીવિવાદમાં પ્રબોધસ્વામી અને તેમના જુથના 230 સંતો,બહેનો અને સેવકો ગુરૂવારે બપોરે 12 વાગ્યાની આસપાસ હરિધામ મંદિરમાંથી વિદાય લેશે. પ્રબોધસ્વામી અને તેમના 60 સંતો સુરતના ભરથાણાના આત્મીયધામમાં રહેવા જવાના હતાં. પરંતું પ્રેમસ્વરૂપ જુથ દ્વારા પ્રબોધસ્વામીને ચેતવણી આપી છે કે, જો તેઓ ભરથાણાના આત્મીયધામમાં રહેવા જશે તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે પ્રબોધસ્વામી જુથના 60 સંતો, 68 સાધક બહેનો અને 102 સાધકો હરિધામ મંદિર છોડશે.

બીજી તરફ પ્રબોધ સ્વામી જુથના ભક્તો પાંચેક લક્ઝરી અને ગાડીઓમાં સવાર થઈને બુધવારના રોજ હરિધામ મંદિરમાં પહોચ્યાં હતાં. મંદિરમાં ભક્તોને પ્રવેશ પર પાબંદીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. પ્રબોધસ્વામી જુથના 100 જેટલા ભક્તો ને પ્રવેશ ન મળતા મંદિરની બહાર બેસીને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત પ્રેમ સ્વરૂપ જૂથ દ્વારા મંદિર છોડવું હોય તો કાયદેસરની કાર્યવાહી પુરી કરીને જ જવા દઈશું.તેવી ગર્ભીત ધમકી પણ આપવામાં આવી છે.જે અંગેના પોસ્ટરો મંદિરમાં મંગળવારથી લગાવી દેવામાં આવ્યાં છે.મુંબઈ થી આવેલા બે વકીલો સાથે પ્રેમસ્વરૂપ-ત્યાગવલ્લભ જુથ દ્વારા બંધ બારણે મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં પ્રબોધસ્વામી જુથ દ્વારા જો મંદિર છોડવામાં આવે તો તેમને કઈ શરતોનું પાલન કરવું પડશે તે અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું મંદિરના સુત્રોએ જણાવ્યું હતું. બુધવારની રાતના 9 વાગ્યા સુધી પ્રબોધસ્વામી કે તેમના જુથના સંતોને પ્રેમસ્વરૂપ સ્વામી તરફથી કોઈ બોન્ડ કે શરતો અંગેનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો ન હતો. જ્યારે ગુરૂવારે સવારે પ્રેમસ્વરૂપ જુથ પોતાની શરતો મુકે તેવું અનુમાન છે.

Next Story