/connect-gujarat/media/post_banners/eb1deaeeed5a97622db10ea5df00ff2aea823fe25388e31c771f62a6b58565bc.webp)
વડોદરામાં રખડતાં ઢોરોનો આતંક ડામવામાં નિષ્ફળ રહેલી પાલિકા તંત્રના પાપે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે નાગરિકોને રખડતાં શ્વાનના આતંકનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે. રખડતાં શ્વાનના કારણે બાઈક ચાલકનો અકસ્માત થયો હતો, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
વડોદરા શહેરના જુનીગઢી વિસ્તારમાં આવેલ ભદ્ર કચેરી પાસે વહેલી સવારે પુરપાટ ઝડપે જતાં બાઈક ચાલક પરેશ જીંગર પાછળ રખડતાં શ્વાન દોડ્યા હતા, જ્યાં રખડતાં શ્વાન ભસતા બાઈક ચાલક ડરી ગયો હતો. બાઈક ચાલક પરેશ જીંગરને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાતા તેને માથા, પાંસળી અને ખભા ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જોકે, અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેનો વિડીઓ હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તો બી