વડોદરા : બુલેટ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બુલેટમાં આગ લાગતાં ચાલક ભડથું….

વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

New Update
વડોદરા : બુલેટ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બુલેટમાં આગ લાગતાં ચાલક ભડથું….

વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બુલેટની ટાંકી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બુલેટ ચાલક આગની લપેટમાં આવી જતા ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્ય બેને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ વડોદરાના કરજણ તાલુકાના ચોરભુજ ગામનો યુવાન મહેન્દ્રસિંહ ઉર્ફ સંજય ખુમાનસિંહ સોલંકી પોતાની બુલેટ લઈને સાંપાથી બોડકા રોડ તરફ જઇ રહ્યો હતો. જ્યારે સાંપા ગામના પટેલ ફળિયામાં રહેતા પ્રવિણભાઇ કેશવલાલ પટેલ અને અનિલકુમાર સુરેશભાઇ પટેલ બાઇક ઉપર સાંપા ગામ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બાઇક અને બુલેટ સામ સામે ધડાકા સાથે ભટકાતાં બાઇક ચાલક સહિત બે ફંગોળાઇ ગયા હતા. આ બનાવમાં બુલેટની ટાંકી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બુલેટ ચાલક મહેન્દ્રસિંહ ઉર્ફ સંજય સોલંકી

આગની લપેટમાં આવી જતા ભડથું થઇ ગયો હતો. સાંપા ગામ પાસે દશામાંના મંદિર પાસે બુલેટ સાથે સળગી ગયેલા યુવાનને જોઇ પસાર થઇ રહેલા લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. અને બુલેટ સાથે સળગી રહેલા યુવાનને ખેંચીને રોડની સાઇટ ઉપર મૂકી ગંભીર રીતે દાઝી ગયેલા બુલેટ ચાલક અને ઇજા પામેલા બાઇક સવારોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા બુલેટ ચાલક મહેન્દ્રસિંહ ઉર્ફ સંજય સોલંકીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળી ટાણે બનેલી આ ઘટનાએ ચોરભુજ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.

Latest Stories