Connect Gujarat
વડોદરા 

વડોદરા : સામુહિક દુષ્કર્મ કેસમાં "ઓએસીસ" સંસ્થા સામે સકંજો, સંજીવ શાહ સહિત ચાર સામે ફરિયાદ

એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હજી આરોપીઓને પકડી શકી નથી.

વડોદરા : સામુહિક દુષ્કર્મ કેસમાં ઓએસીસ સંસ્થા સામે સકંજો, સંજીવ શાહ સહિત ચાર સામે ફરિયાદ
X

વડોદરાની ઓએસીસ સંસ્થામાં કામ કરતી અને વેકસીન મેદાનમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી નવસારીની યુવતીને હજી સુધી ન્યાય મળ્યો નથી. એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હજી આરોપીઓને પકડી શકી નથી. હવે આ કેસમાં પોલીસે ઓએસીસ સંસ્થાના સંચાલક સંજીવ શાહ સહિત ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

નવસારીમાં રહેતી યુવતીએ દિવાળીના દિવસે વલસાડ રેલ્વેયાર્ડમાં ઉભેલી ગુજરાત કવીન એકસપ્રેસના કોચમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતી પાસેથી મળેલી ડાયરીમાં વડોદરાના વેકસીન ગ્રાઉન્ડમાં બે યુવાનોએ તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. એક મહિનો વીતી ગયો હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં યુવતીમાં દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતાં રેલવે પોલીસે સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. હવે એફએસએલના રીપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ થયું ન હોવાનું જણાવાયું છે. આમ બંને રીપોર્ટમાં વિરોધાભાસ જોવા મળી રહયો છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે વડોદરા ક્રાઇમ બ્રાંચે ઓએસીસ સંસ્થાના સંચાલક સંજીવ શાહ, પ્રિતિ નાયર, મૃતકની બહેનપણી વૈષ્ણવી ટાપરીયા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતીએ આત્મહત્યા કરતા પહેલા છેલ્લો મેસેજ સંજીવ શાહને કર્યો હતો. પણ સંજીવ શાહે ઘટનાની જાણ હોવા છતા કોઇને જાણ કરી ન હતી. સંજીવ શાહ અને તેના મળતિયા પોલીસને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતા હતા.યુવતીના મોત પહેલા ડાયરીમાં ઘટનાનો ઉલ્લેખ હતો પણ ડાયરીનું અડધું પાનું મોત વખતે ફાટેલું હતું. આ દિશામાં ક્રાઇમ બ્રાંચ અને SIT તપાસ કરતી હતી જેમાં અંતે પોલીસને સંજીવ શાહ અને સંસ્થાના હોદ્દેદારો પર શંકા ગઇ હતી. ક્રાઇમ બ્રાંચે સંજીવ શાહ અને બીજા બે સંચાલકો સામે કેસ દાખલ કર્યો છે. ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે ગુનો દાખલ થયા બાદ હવે પોલીસનું આગળનું પગલું શું હશે તેના પર સૌની મીટ મંડાઇ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની ખાતરી આપી ચુકયાં છે.

Next Story