વડોદરા : ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું નિધન, વિડીયો કોલથી કર્યા અંતિમ દર્શન

ઉભરતા ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું અવસાન થયું છે. પિતાના મોતના સમયે તે ભુવનેશ્વરમાં રણજી મેચ રમી રહયો હતો હોવાથી વિડીયો કોલથી પિતાના અંતિમ દર્શન કર્યા હતાં.

New Update

વડોદરાના ઉભરતા ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું અવસાન થયું છે. પિતાના મોતના સમયે તે ભુવનેશ્વરમાં રણજી મેચ રમી રહયો હતો હોવાથી વિડીયો કોલથી પિતાના અંતિમ દર્શન કર્યા હતાં.

Advertisment

વડોદરામાં નીકળી રહેલી નનામી શહેરના ઉભરતા ખેલાડી વિષ્ણુ સોલંકીના પિતાની છે.. વિષ્ણુ સોલંકી રણજી ટ્રોફીની મેચ રમી રહયો છે અને તેને પિતાના નિધનના સમાચાર પ્રાપ્ત થયાં હતાં. વિષ્ણુ સોલંકીની વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલાં જ તેની નવજાત પુત્રીનું અવસાન થયું છે. પુત્રીના નિધનના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં તેના પિતાએ દુનિયાને અલવિદા કહી છે. એક તરફ પિતાના અવસાનની દુખદ ઘડી હતી અને બીજી તરફ તેની રમત હતી. વિષ્ણુએ વિડીયોકોલના માધ્યમથી જ પિતાના અંતિમ દર્શન કર્યા હતાં.

વિષ્ણુ સોલંકીએ મેચના પ્રોટોકોલને પ્રાધાન્ય આપી પિતાની અંતિમયાત્રામાં સામેલ થયો ન હતો. વિષ્ણુ સોલંકી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે પરસેવો પાડી રહયો છે. વિષ્ણુ તેની નવજાત પુત્રીના મોતના આઘાતને દીલમાં સમાવી દઇ ક્રિકેટના મેદાનમાં ઉતર્યો હતો અને સદી ફટકારી હતી. પુત્રી ગુમાવવાનું દર્દ ઓછું થાય ત્યાં કુદરતે તેના માથેથી પિતાની છત છીનવી લીધી છે. દુ:ખની આ ઘડીમાં કનેકટ ગુજરાતની ટીમ ઉભરતા ખેલાડી વિષ્ણુ સોલંકીને દિલસોજી પાઠવે છે.

Advertisment
Latest Stories