Connect Gujarat
વડોદરા 

વડોદરા : સંકલ્પભૂમિ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય..

બકરાવાડી વિસ્તારના દલિત સમાજ દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની સયાજીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે આવેલી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વડોદરા : સંકલ્પભૂમિ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય..
X

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારના દલિત સમાજ દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની સયાજીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે આવેલી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આજે સ્વતંત્ર ભારત દેશના બંધારણ ઘડવામાં બહુમુલ્ય યોગદાન આપનાર એવા મહાન વિચારક, લેખક, સંપાદક તથા કાયદાશાસ્ત્રી એવા ડો. ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતી નિમિત્તે વડોદરાના બકરાવાડી વિસ્તારના દલિત સમાજ દ્વારા સયાજીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે કે, જ્યાં આ મહાન વિભૂતિએ સંકલ્પ લીધો હતો, તે સ્થળે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ દલિતો, શોષિતો, વંચિતોને સન્માન મળે તે માટે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા યોગદાનને યાદ કરાયા હતા. ઉપરાંત વડોદરાના મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડે બાબાસાહેબને ઉચ્ચ અભ્યાસ માટે તે વખતે સ્કોલરશીપ આપી હતી, તે બાબતને પણ યાદ કરી તેમની પ્રતિમાને વંદન કરવામાં આવ્યા હતા.

Next Story
Share it