-
વડોદરાથી ભરૂચ જવુ હવે થયુ મોંઘુ
-
કરજણ ટોલ પ્લાઝાના દરમાં કરાયો વધારો
-
કાર ચાલકોએ રૂ.105ના બદલે હવે રૂ.155 ચૂકવવા પડશે
-
તમામ વાહનોના ભાવમાં આજથી વધારો લાગુ
-
50 ટકાથી વધુ ટોલ દરમાં ભાવ વધારો ઝીંકાયો
વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કાર ચાલકોએ એક તરફની ટ્રીપના રૂપિયા 105 ચૂકવવા પડતા હતા.જેના બદલે હવે 155 ચૂકવવા પડશે.
વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં અંદાજીત 50 ટકાથી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કારના 105 રૂપિયા વસૂલાતા હતા.તેમાં વધારો થતા આજે રાતથી કારના ટોલમાં ભાવ વધારા સાથે રૂપિયા 155ની વસુલાત કરવામાં આવી રહી છે.અને અપ એન્ડ ડાઉન માટે 24 કલાકના વાહન ચાલકે રૂપિયા 230 ચૂકવવા પડશે.
ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઇ છે.જેમાં મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.વડોદરાથી ભરૂચ જવા માટે હવે રૂપિયા 50 વધુ ચૂકવવા પડશે.23 સપ્ટેમ્બરના રોજ ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.જોકે આ પરિપત્રનો અમલ બે મહિના પછી કરવામાં આવી રહ્યો છે. એટલે રવિવાર અને સોમવારની રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે.