Connect Gujarat
વડોદરા 

વડોદરા : માય એપલ સ્કૂલ ખાતે કરાય જન્માષ્ટમીની આગોતરી ઉજવણી, વિદ્યાર્થીઓએ રજૂ કરી રાસલીલા

વડોદરા : માય એપલ સ્કૂલ ખાતે કરાય જન્માષ્ટમીની આગોતરી ઉજવણી, વિદ્યાર્થીઓએ રજૂ કરી રાસલીલા
X

વડોદરા શહેરની માય એપલ સ્કૂલ તથા સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણ જન્મ જયંતીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રીતે રાસલીલા રજૂ કરવામાં આવી હતી.

હિન્દુ તહેવારોમાંનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે જન્માષ્ટમી, જે પૃથ્વી પર ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરે છે અથવા એમ કહીએ કે, એમના હોવાનો પુરાવો આપે છે. આ પ્રસંગને વધુ રસાળ બનાવવા અમારા ગ્રેડ 9ના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રાસ લીલા કરી હતી. જે ભગવાન કૃષ્ણના માટે પ્રેમનું પ્રતીક છે. સાચા અર્થમાં ગ્રેડ 9 ના બાળકોએ ભગવાન કૃષ્ણની પ્રિય રાસલીલા કરીને કહ્યું, "આપણે જે કરવું હોય તે કરી શકીએ છીએ. પરંતુ તે કાર્ય લોભથી, અહંકારથી, વાસનાથી, ઈર્ષ્યાથી નહીં પરંતુ પ્રેમ, કરુણા, નમ્રતા અને ભક્તિથી કરવું જોઈએ." ત્યારબાદ ગ્રેડ 9ના વિદ્યાર્થીઓ દ્વારા મટકી પણ ફોડવામાં આવી હતી. જે આપણા વહાલા કાનજી, ભગવાન શ્રી કૃષ્ણ "માખણ" ખાવા માટે કરતા હતા. જેથી તેમને 'માખણચોર' કહીએ છીએ.

વડોદરા શહેરની માય એપલ સ્કૂલના આચાર્યા સ્તુતિ વૈષ્ણવ તથા શાળાના સ્થાપક કિરાત વૈષ્ણવ હંમેશા કહે છે, "માય એપલ સ્કૂલ સંસકાર ફાઉનશન દરેક બાળકને મૈત્રીપૂર્ણ તથા સુખદ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી, તેમની સર્જનાત્મકતાને સંપૂર્ણ રીતે વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એક આદર્શ અભ્યાસક્રમના સ્વરૂપમાં બાળકને શું શીખવવું જોઈએ અને કેટલું શીખવવું જોઈએ તેના પર ભાર મુકે છે. જેથી આવા પ્રસંગો સાથે બાળકોનામાં આત્મવિશ્વાસ અને સાથે પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યોનો યોગ્ય વિકાસ થાય, ત્યારે માય એપલ સ્કૂલ તથા સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણ જન્મ જયંતીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રીતે રાસલીલા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્લેગ્રુપથી લઈને ગ્રેડ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત ડ્રેસ પહેરીને વર્ચ્યુઅલ સેલિબ્રેશનની મજા માણી હતી.

Next Story