લો બોલો... બીજા વરસાદમાં જ વડોદરાના સર્કિટ હાઉસ નજીક વાહનચાલકોએ ખાધી લસરપટ્ટી, જાણો કારણ.!

રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા.

New Update
લો બોલો... બીજા વરસાદમાં જ વડોદરાના સર્કિટ હાઉસ નજીક વાહનચાલકોએ ખાધી લસરપટ્ટી, જાણો કારણ.!

રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા. હાલ તેવી જ સ્થિત વડોદરા શહેરમાં પણ જોવા મળી છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં સર્કીટ હાઉસની સામે જ એક પછી એક 25થી 30 જેટલા વાહનચાલકો લપસી પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશને રસ્તો બંધ કરીને ટ્રાફિક ડાયવર્ડ કરવામાં આવ્યો હતો. જેથી અલકાપુરી ગરનાળુ પણ એક તરફી બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદનું એક ઝાંપટુ આવીને વાહન ચાલકોની મુશ્કેલી વધારી ગયું છે, ત્યારે વાહનચાલકોનું પણ કહેવુ છે કે, પહેલા જ વરસાદમાં રસ્તાની આ હાલત છે, તો વધુ વરસાદમાં શું થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના આગમનને લઇને એક બાજુ શહેરમાં અમુક રસ્તાની કાયાપલટ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ વરસાદના એક ઝાંપટાથી વાહનચાલકો લપસી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે હિતાવહ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બન્યું છે.

Latest Stories