-
વડોદરાના કોફી આર્ટિસ્ટનો વિદેશમાં ડંકો
-
ન્યૂઝીલેન્ડમાં યોજાયું કોફી પેન્ટીંગ્સનું એક્ઝીબીશન
-
ઉદયે પાંચ વર્ષની વયે બનાવ્યુ હતુ સુનિલ ગાવસ્કરનું પોટ્રેટ
-
પ્રથમ કોફી પેન્ટિંગ PM મોદીનું બનાવીને ભેટ આપ્યું
-
ન્યુઝીલેન્ડમાં પાંચ જગ્યાએ કોફી પેઈન્ટિંગ્સનું કર્યું પ્રદર્શન
વડોદરાના કોફી આર્ટિસ્ટે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું,અને વિવિધ આકર્ષક કોફી પેઈન્ટિંગ્સનાએક્ઝિબિશન ને નિહાળી મેયર સહિતના આમંત્રિતો મંત્રમુગ્ધ બની ગયા હતા.
વડોદરાના ઉદય ઉલ્હાસ કોરડે તેમની અનન્ય કલા અને સાંસ્કૃતિકવારસો ન્યુઝીલેન્ડમાં લઇ ગયા હતા.નાનપણથી જ, ઉદયને કલા પ્રત્યે લગાવ હતો અને માત્ર પાંચ વર્ષની ઉંમરે તેણે ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરનું પોટ્રેટ પેઇન્ટ કરીને તેની પ્રથમ આર્ટવર્ક બનાવી હતી.તેમણે કોલગેટ અને હોન્ડા જેવી મોટી બ્રાન્ડ્સ દ્વારા પ્રાયોજિત રાજ્ય-સ્તરની સ્પર્ધાઓમાં પુરસ્કારો પણ મેળવ્યા હતા.નાનપણથી જ ઉદયને માટીકામનો શોખ હતો.દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન તે 123 વર્ષથી ચાલતી પારિવારિક પરંપરાને ચાલુ રાખીને ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવે છે.આ ભક્તિ તેમની કલામાં સ્પષ્ટ છે, જે આધ્યાત્મિક સાર અને ઉંડો સાંસ્કૃતિક આદર ધરાવે છે.
વર્ષ 2016માં ઉદયે એક અનોખી શૈલી શોધી કાઢી જેણે તેની કલાત્મક સફરને નવી દિશા આપી હતી.ઉત્કર્ષ દ્વારા તેને ભેટમાં આપેલ એક પેઇન્ટિંગ કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.આનાથી પ્રેરિત થઈને તેણે કોફીને એક માધ્યમ તરીકે શોધવાનું શરૂ કર્યું.તેમની પ્રથમ કોફી પેઇન્ટિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતી, જે બાદમાં તેમણે ભેટ તરીકે રજૂ કરી હતી, ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર બનાવ્યું હતું.ત્યારથી તેમણે સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં સાત પ્રદર્શનોનું આયોજન કર્યું છે,જેમાંથી દરેક કોફી અને કલા પ્રત્યેના તેમના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.
આજે ઉદયનું આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કલાનું પ્રદર્શન કરવાનું સ્વપ્ન સાકાર થયું છે.ન્યુઝીલેન્ડમાં, ઓક્ટોબરમાં રોટોરુઆના હિન્દૂ હેરિટેજ સેન્ટર ખાતેના તેમના પ્રદર્શનમાં ભારતના સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મક કલાત્મકતાના મિશ્રણની ઉજવણી કરવામાં આવી હતી.તેમણે મેયર તાનિયા ટેપસેલ અને સાંસદ ટોડ મેકક્લેને તેમના કોફી ચિત્રો રજૂ કર્યા હતા,અને હવે તેઓ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનને એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. ઉદયે ન્યુઝીલેન્ડમાં પાંચ પ્રદર્શનો યોજ્યા છે.અને તેઓએ વિદેશની ધરતી પર પોતાની કલાત્મકતાને રજુ કરી સફળતાની નવી ઉંચાઈઓ સ્તર કરી હતી.