New Update
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી. ચોરીના ઇરાદે આવેલા ઈસમની પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના દાંડિયાબજાર રણછોડ યુવક મંડળ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ખંડિત થઈ હતી, માટીની મૂર્તિ હોવાથી તેની પુનઃ સ્થાપના થઈ શકે તેમ ન હતી.આ બનાવ વાયુવેગે વિસ્તારમાં ફેલાતા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે સ્થાપનાની મૂર્તિ તેના મૂળ સ્થાને થી હટાવી દેવામાં આવી હતી આરતીની થાળમાં મુકેલા ભેટના પૈસા પણ જોવા મળ્યા ન હતા ત્યારે, થોડા જ અંતર ઉપર આવેલા શ્રી પ્રગતિ યુવક મંડળની મૂર્તિ પણ ખંડિત થઈ હતી.ભગવાનને ચડાવેલી માળા અને પૈસાની ચોરી થઈ હતી,તેમ જાણવા મળી રહ્યું હતું. જ્યારે ત્રીજો કિસ્સો ખાડિયા પોળમાં મૂર્તિની સૂંઢને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.ત્યાંથી ડમરૂ ની ચોરી થઈ હતી. ત્રણેય યુવક મંડળની મૂર્તિ ખંડિત તથા લોકોમાં નારાજગી જોવા મળી હતી.ત્યારે નજીકમાં ફીટ કરાયેલા સીસીટીવી કેમેરામાં જોતા વહેલી સવારે એક ઈસમ આવતો જ જોવા મળી રહ્યો છે.આ ઈસમની હાજરી ત્રણેય યુવક મંડળમાં જોવા મળી રહી હતી.તેને પૈસાની લાલચમાં ત્રણેય યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત કરી તેમ જ સ્થાપનાની મૂર્તિ મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી.
પોલીસે સીસીટીવીના આધારે આરોપીનો ચહેરો ઓળખી હ્યુમન ઈન્ટેલિજન્સીની મદદથી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી કૃણાલ વિનોદભાઈ ગોદડીયા જેનું રહેઠાણ ગોળ નવાપુરા છે,તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેને ચોરીના ઈરાદે ગણેશ ભંડારોમાં ગયો હતો.તેને ખ્યાલ હતો કે યુવકો આરતીમાં આવેલા છૂટા પૈસા મૂર્તિઓ નીચે રાખતા હોય છે.જેથી પૈસા કાઢવાના ઇરાદે મૂર્તિ હટાવવાની કોશિશ કરતા મૂર્તિઓ ખંડિત થઈ હતી.આરોપીએ ત્રણેય ભંડારો માંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી હોવાનું જણાવ્યું છે.

Latest Stories