/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy-2-10.jpg)
૮૭ જેટલા વીજ કનેક્શન ગ્રાહકોને ગેરરીતિ બદલ રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ
વાલિયા- નેત્રંગ તાલુકામાં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ૮૭ જેટલા વીજ કનેક્શન ગ્રાહકોને ગેરરીતિ બદલ રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજલન્સની ૫૫ ટીમો દ્વારા વાલિયા - નેત્રંગ તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતી આચરનાર વીજ કનેક્શન ગ્રાહકોમાં દોડધામ મચી જવા પામી હતી.વીજ કંપનીના અધિકારીઓએ વીજ કનેકશનના ૧૧૩૭ વીજ જોડાણોની ચકાસણી કરી હતી.
જેમાં ૮૭ જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિઓ જણાતા વીજ કંપની દ્વારા વીજ કનેકશનના ગ્રાહકોને રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી તમામ વીજ મીટરો ડીટેઈન કરવામાં આવ્યા હતા.અને વીજ કનેકશનના ગ્રાહકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ વીજ દરોડા દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના નહી બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. વીજ કપનીના દરોડાને પગલે ગેરરીતિ આચરનારા અન્ય વીજ જોડાણ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.