Connect Gujarat
ગુજરાત

વાલિયા:તુણા ગામના પ્રગતિશીલ ખેડૂતને એવોર્ડ એનાયત કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

વાલિયા:તુણા ગામના પ્રગતિશીલ ખેડૂતને એવોર્ડ એનાયત કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ
X

તુણા ગામના પ્રઘુમનસિંહ અટોડરિયા શેરડીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ

ક્રમે આવ્યા.

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગરની ૫૯ મી વાર્ષીક સાધારણ સભા

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે યોજાઇ હતી.જેમાં વાલિયા તાલુકાના તુણા

ગામના પ્રગતિશીલ ખેડૂતને શેરડીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવતા

સહકાર મંત્રી દ્વારા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

વાલિયાના તુણા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રદ્યુમનસિંહ પહાડસિંહ અટોદરિયા વટારીયા

ગામ સ્થિત ગણેશ સુગરના સભાસદ છે. તેઓએ શેરડીના હેકટરદીઠ ૨૮૬ મે.ટન ઉત્પાદન મેળવી

ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. તેઓનું કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ

યુનિટી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગરની ૫૯ મી

વાર્ષીક સાધારણ સભામાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરી

સન્માન કરવામાં આવ્યું હતું. વાલીયા તાલુકા તેમજ ગણેશ સુગરનું ગૌરવ વધારવા બદલ

તેમજ ખેડૂતોને પ્રેરણા મળે એવું ઉત્પાદન મેળવવા બદલ પ્રદ્યુમનસિંહ અટોદરિયાને

ઉપસ્થિત આગેવાનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story
Share it