/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy-2-3.jpg)
વલસાડનાં વાઘલધરા ખાતે ખેડૂતોનાં વિરોધને લઈને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંદર્ગત આજરોજ વલસાડનાં વાઘલધરા ખાતે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈ ખેડૂતો સર્વેની કામગીરીનો વિરોધ કરવા પહોંચી ગયા હતા. જોકે વિરોધ થવાની સંભાવનાઓ વચ્ચે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતાં કામગીરી યથાવત ચાલુ રહી હતી.
કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈસ્પિડ ટ્રેનની કામગીરી હાલ પુર ઝડપે ચાલી રહી છી. નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાનાં ધમધમાટ વચ્ચે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઠેક ઠેકાણે વિરોધ પણ થઈ રહ્યા છે. ત્યારે આજ રોજ વલસાડનાં વાઘલધરા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોનાં ભારે વિરોધનાં એધાંણ વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સર્વેની કામગીરી અટકાવવા માટે ખેડૂતો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જોકે પુરતી સુરક્ષા વ્યવસ્થાને પગલે કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી નથી. પરંતુ ખેડૂતો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.