Connect Gujarat
Featured

વલસાડ: સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર, જુઓ કારણ

વલસાડ: સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર, જુઓ કારણ
X

વલસાડ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને છેલ્લા મહિનાથી પગાર ન મળતા આઉટસોર્સના 157 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સના 157 કર્મચારીઓ પગાર મુદ્દે હડતાળ પર ઉતરી ગયા છે. છેલ્લા 2મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પગાર સમયસર ન થતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વલસાડ સિવિલના કર્મચારીઓના જણાવ્યા મુજબ કર્મચારીઓને ડિસેમ્બર અને જાન્યુઆરી 2 માસનો પગાર ન આપવામાં આવતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે જેને લઈએં ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે તેઓ પ્રશ્નના નિરાકરણની માંગ કરી રહ્યા છે.

Next Story