વલસાડ : ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈ, જાણો ખેડૂતોની વ્યથા

કમોસમી વરસાદના કારણે પાકને થયેલ નુકશાન અંગે પાક
વીમાના રજીસ્ટ્ર્રેશન માટે દરેક જિલ્લામાં ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ટોલ ફ્રી નંબર પર સતત ફોન કરવામાં આવી
રહ્યા છે, પરંતુ ફોન ન લાગતા હોવાના કારણે ખેડૂતોની પળોજણ વધી છે.
સમગ્ર રાજ્યભરમાં વરસાદની ઋતુ લંબાઈ છે, જેને લઈને કેટલાક પાક
નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ ઘણાં ખેડૂતોએ તો પાક વીમો
ઉતરાવ્યો જ નથી. જે ખેડૂતોએ પાક વીમો ઉતરાવ્યો છે હાલ તેમને સાંભળનાર કોઈ નથી. ખેડૂતોની ફરિયાદ નોંધવા
માટે તેમજ પાક વીમાના રજીસ્ટ્ર્રેશન માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જે
ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, તે નંબર લાગતાં નથી, બંધ આવે છે અને જો લાગે તો તે ફોન કોઈ ઉચકનાર નથી. આ
બાબતે પાક વીમાનો ટોલ ફ્રી નંબર ન ઉચકતા ખેડૂતો ભારે ચિંતિત થયા છે. તો જે તે
ગામના સરપંચ દ્વારા સ્થાનિક ગ્રામ સેવકો પાસે અસરગ્રસ્ત ખેડૂતોની માહિતી મંગાવાઈ
રહી છે.