Connect Gujarat
Featured

વલસાડ : મતદાર મજબૂત તો, રાષ્‍ટ્ર અને લોકતંત્ર મજબૂતના સૂત્ર સાથે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

વલસાડ : મતદાર મજબૂત તો, રાષ્‍ટ્ર અને લોકતંત્ર મજબૂતના સૂત્ર સાથે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
X

વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં ૧૧મા રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર આર.આર.રાવલે રાષ્‍ટ્રીય મતદાતા દિવસ અવસરે જણાવ્‍યું હતું કે, સશકત મતદાર-સક્ષમ મતદાર-સમર્થ મતદાર જવાબદાર મતદાર બની વિવેકબુધ્‍ધિથી કોઇ પણ જાતના ભય, લોભ, લાલચ વિના પોતાના મતાધિકાર ઉપયોગ કરે તે જરૂરી છે. જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિધ્‍ધ થયાં છે, એવા યુવા મતદારોને શુભેચ્‍છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતના લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાની સહયોગ આપવા જણાવ્‍યું હતું.

મતદાર મજબૂત હશે તો રાષ્‍ટ્ર અને લોકતંત્ર મજબૂત બનશે અને મજબૂત લોકતંત્ર હશે તો મજબૂત રાષ્‍ટ્રનું નિર્માણ કરી શકાશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. ઇ.સ. ૧૯૫૦માં ભારતના ચૂંટણીપંચની સ્‍થાપના થઇ હતી, અને તેની યાદગીરી રૂપે વર્ષ ૨૦૧૧થી ૨૫મી જાન્‍યુઆરીને રાષ્‍ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

http://nvsp.in, voterportal.eci.gov.in તથા VOTER HELPLINE મોબાઇલ એપ્‍લીકેશન મારફતે ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે, એસ.એસ.આર. ૨૧ દરમિયાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમણે ફોર્મ ફોર્મ નં. ૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્‍ટર કરાવેલ હશે, તેવા મતદારો પોતાના મોબાઇલ કે, ડેસ્‍કટોપ ઉપર nvsp પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પ્રસંગે નવા મતદારોના મોબાઈલમાં ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરાવવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી દિપક ચૌધરી, મામલતદાર સાગર, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, સ્‍ટેટ આઇકોન ગણેશ મુહુડકર સહિત એનસીસી, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ પ્રોફેસરોઓ ઉપસ્‍થિત રહયા હતા.

Next Story