Connect Gujarat
ગુજરાત

પાણી સમસ્યાનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના પ્રવાસે

પાણી સમસ્યાનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના પ્રવાસે
X

  • મુખ્યમંત્રીએ કચ્છની દરિયાઈ સરહદને અડકીને આવેલા પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરે દર્શન કરી પૂજા
  • કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ અને ચોમાસામાં વરસાદ ન પડતા સર્જાયેલી પાણી સમસ્યાનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના પ્રવાસે
  • નારાયણ સરોવરમાં પાણીની સમીક્ષા કરી
  • સરહદી લખપત વિસ્તારમાં પાણી સ્થિતિનો તાગ મેળવ્યો

કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ અને ચોમાસામાં વરસાદ ન પડતા સર્જાયેલી પાણી સમસ્યાનો તાગ મેળવવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના પ્રવાસે દોડી આવ્યા છે.

સીએમ રૂપાણી જિલ્લામાં અછતની સ્થિતિને ધ્યાને રાખી પાણીની પરિસ્થિતિની જાત સમીક્ષા કરવાના છે. પ્રારંભમાં મુખ્યમંત્રીએ કચ્છની દરિયાઈ સરહદને અડકીને આવેલા પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. સાથે કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી.બાદમાં નારાયણ સરોવરમાં સ્થાનિક તાલુકા અધિકારીઓ અને ગ્રામજનો સાથે ચર્ચા કરી સરહદી લખપત વિસ્તારમાં પાણી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સરહદ પર અડકીને આવેલા વિસ્તારો હોઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે જેમાં રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સાથે રહ્યા હતા.નારાયણ સરોવરમાં પાણીની સમીક્ષા કરી અહીં સુધી નર્મદાના નીર કેમ પહોંચી શકે તે માટે ચર્ચા અને સંવાદ કર્યો હતો. સાથે બીએસએફ કેમ્પમાં મિટિંગ યોજી હતી.

Next Story