મુખ્યમંત્રી વિજય રૂપાણી 21મીએ ભરૂચ જિલ્લાની કરશે મુલાકાત

New Update
મુખ્યમંત્રી વિજય રૂપાણી 21મીએ ભરૂચ જિલ્લાની કરશે મુલાકાત

સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસીનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે. ત્યારે સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આગામી તારીખ 21 સપ્ટેમ્બરનાં રોજ કરવામાં આવશે.

રૂપિયા 990 કરોડના ખર્ચે 103 એકરનાં વિસ્તારમાં નિર્માણ પામનાર આ કંપની આગામી સમય માટે સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડશે. જેથી ગુજરાત સરકાર ધ્વારા 22 દિવસના ટૂંકા સમયગાળામાં તેની કામગીરી માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીના એપ્રેન્ટી૨સશીપ યોજના હેઠળ શિક્ષિત બેરોજગારોને જિલ્લાના 750 જેટલા યુવાનોને સ્થા‍નિક લેવલથી રોજગારી પુરી પાડવાનો કંપની દ્વારા અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે 2000 જેટલા યુવાનોને ઇનડારેક્ટથી રોજગારી પુરી પાડવામાં આવશે. આ જિલ્લાને આ પ્રોજેક્ટ મળતાં પ્રજાજનો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે 85 ટકા સ્થા નિક લોકોને રોજગારી પુરી પાડવામાં સફળતા પ્રાપ્‍ત થશે.