Connect Gujarat
Featured

રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની અંતિમ યાત્રામાં જોડાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી

રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની અંતિમ યાત્રામાં જોડાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી
X

ગત તા. 31 ઓગસ્ટના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને પ્રથમ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

ચેન્નઈ ખાતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે. સાંસદની અંતિમવિધિ રાજકોટ ખાતે કરવામાં આવશે. જેને લઈને આજે સવારે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાંથી રોડ મારફતે શબ વાહિનીમાં રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. તેઓના પાર્થિવ દેહને બુધવારે બપોરે 2 વાગ્યે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, ત્યારે તેમના અંતિમ દર્શન કરવા ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી, સાથો સાથ કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ હાજર રહેશે. અભય ભારદ્વાજની અંતિમ વિધિ કાલાવડ રોડ પર આવેલ મોટામૌવા સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે, ત્યારે અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની જ ઉપસ્થિતિ રહેશે. કોવિડ-19 ગાઇડલાઈનનું પાલન કરી કુલ 50 જેટલા વ્યક્તિ અંતિમ યાત્રામાં જોડાશે.

અભય ભારદ્વાજની વાત કરવામાં આવે તો તેઓ ભાઇના હુલામણા નામથી પણ જાણીતા હતા. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોલેજ કાળથી મિત્ર હતા. અભય ભારદ્વાજ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાનુનિ સલાહકાર રહી ચૂક્યા છે. અભય ભારદ્વાજ મુખ્યમંત્રીના ડર્ટી ડઝન ગ્રુપના સભ્ય છે. જે કોલેજ કાળના 12 મિત્રોનું ગ્રુપ છે. તેઓ ભાજપમાં ટ્રબલ શુટરની ભુમિકા અદા કરતા હતા. અભય ભારદ્રાજ. અત્યાર સુધી ભાજપમાં પડદા પાછળના કિંગ મેકર રહ્યા છે અભય ભારદ્વાજ વિધાર્થી કાળથી જ સંઘ સાથે સંકળાયેલા છે. તેઓએ પ્રમોદ મહાજન, સુભ્રમણ્યમ સ્વામી, અરૂણ જેટલી સાથે અનેક આંદોલનો, લડત અને રણનિતીઓ ઘડી હતી. અભય ભારદ્વાજનું વકીલાત ક્ષેત્રે પણ મોટું નામ છે. શશીકાંત માડીની ફાંસી, ગુલબર્ગ કેસ સહિતના અનેક કેસોમાં કાનુનિ લડત કરી ચૂક્યા છે.

Next Story