/connect-gujarat/media/post_banners/4e4155720a0d0966dc0cdfd5e658c8d43f70968a46dbdfd08c18df5ddfeb6ea2.webp)
પૂર્વી યુક્રેનના કોસ્ટિઅન્ટિનિવકા શહેરમાં રશિયન હુમલામાં 17 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં બજારો, દુકાનો અને ફાર્મસીઓને નિશાન બનાવવામાં આવી છે. આ શહેર પૂર્વીય ફ્રન્ટ લાઇન પર વિનાશક યુક્રેનિયન શહેર બખ્મુતની નજીક છે. હુમલા સમયે બજારમાં ઘણી ભીડ હતી. રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ હુમલાની નિંદા કરતા કહ્યું કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એક બાળક પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં કુલ 32 લોકો ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન યુક્રેનની મુલાકાતે છે. અમેરિકી વિદેશ મંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી છે. તેમણે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે પણ મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે યુક્રેનને રશિયા સામે જવાબી કાર્યવાહી કરવામાં નોંધપાત્ર સફળતા મળી છે.