પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ટ્રેનની બોગીમાં આગ લાગતા ત્રણ બાળકો સહિત સાતના મોત

પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી, જેમાં સાત લોકોના સળગી જવાથી મોત થયા છે.

New Update
પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ટ્રેનની બોગીમાં આગ લાગતા ત્રણ બાળકો સહિત સાતના મોત

પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી, જેમાં સાત લોકોના સળગી જવાથી મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સિંધ પ્રાંતની છે. ટ્રેનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે કરાચીથી લાહોર જતી કરાચી એક્સપ્રેસ ટ્રેનના બિઝનેસ ક્લાસ કોચમાં આગ લાગી હતી.

પાકિસ્તાન રેલ્વેના પ્રવક્તા મકસૂદ કુંડીએ કહ્યું કે તેઓ હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બોગીમાં આગ કેવી રીતે લાગી. આગ લાગ્યા બાદ બોગીને ટ્રેનમાંથી અલગ કરવામાં આવી હતી. કુંડીએ કહ્યું કે ત્રણ બાળકો અને એક મહિલા સહિત મૃતકોની સંખ્યા સાત પર પહોંચી ગઈ છે. રેલવે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે બોગીમાં આગ લાગતાની સાથે જ ટ્રેનને ટંડો મસ્તી ખાન સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Latest Stories