Connect Gujarat
દુનિયા

ફિલિપાઇન્સમાં આર્મી સી-130 વિમાન થયું ક્રેશ, 40 લોકોને બચાવી લેવામાં આવ્યા

ફિલિપાઇન્સમાં મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ ફિલિપાઇન્સમાં ઉતરતી વખતે એક સૈન્ય વિમાન ક્રેશ થયું

ફિલિપાઇન્સમાં આર્મી સી-130 વિમાન થયું ક્રેશ, 40 લોકોને બચાવી લેવામાં આવ્યા
X

ફિલિપાઇન્સમાં મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એએફપીએ જણાવ્યું છે કે દક્ષિણ ફિલિપાઇન્સમાં ઉતરતી વખતે એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો સવાર હતા. સળગતા વિમાનના ભંગાણમાંથી 40 લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજી ચાલુ છે.


સી-130 વિમાન સુલુ પ્રાંતના જોલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમયે વિમાન ક્રેશ થયું હતું. ફિલિપાઇન્સના સૈન્ય પ્રમુખે કહ્યું: "વિમાનના ભંગાણમાંથી ઓછામાં ઓછા 40 લોકોને બચાવવામાં આવ્યા છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે વધુ જીવન બચાવી શકીએ."

Philipines Plane Crash

Next Story