Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશ : રાજધાની ઢાકામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી આગ, 6 ના મોત

બાંગ્લાદેશ : રાજધાની ઢાકામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી આગ, 6 ના મોત
X

બાંગ્લાદેશનું ઔદ્યોગિક શહેર ઢાકા ખાતે આવેલ ચોકબજારના એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને છ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગમાં છ લોકોના મોત નિપજ્યા હતા. ચાર માળની ઇમારતમાં બપોરે આગ લાગી હતી. બિલ્ડિંગના પહેલા અને બીજા માળે પ્લાસ્ટિકની ફેક્ટરી આવેલી છે. જ્યારે ત્રીજા માળે પ્લાસ્ટિકના રમકડાં રખાયા હતા. જો કે કયા કરણસર આગ લાગી તે હજુ અકબંધ છે.

આગની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓને ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહામહેનતે બપોરે 2.30 વાગ્યા સુધીમાં આગને કાબુમાં લીધી હતી. આ અંગે સ્થાનિક મહમુદલ હસને જણાવ્યું હતું કે ઈમારતમાં બપોરના સુમારે આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બિલ્ડિંગમાં પહેલા માળે એક રેસ્ટોરન્ટ, ઘણી દુકાનો આવેલી જેમા શંકાએ પણ છે કે મૃતક તમામ રેસ્ટોરન્ટના કર્મચારીઓ છે તેઓ નાઇટ શિફ્ટમાં કામ કર્યા બાદ સૂતા હતા. તે વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી.

Next Story