Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશ : 6 માળની ઇમારતમાં લાગી હતી ભીષણ આગ, 52 લોકોના મોત નીપજ્યા

બાંગ્લાદેશ : 6 માળની ઇમારતમાં લાગી હતી ભીષણ આગ, 52 લોકોના મોત નીપજ્યા
X

બાંગ્લાદેશના રૂપગંજમાં આવેલી એક નુડલ્સ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં 52 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ઢાકાની બહાર ઔદ્યોગિક શહેર રૂપગંજમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજીસ નામની 6 માળની ફેક્ટરીમાં ગત ગુરુવારે સાંજના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જોતજોતાંમાં છઠ્ઠા માટે પહોંચી ગઈ હતી, ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે છઠ્ઠા માળેથી નીચે કુદવા મજબૂર બન્યા હતા.

બનાવના પગલે ફેક્ટરીમાં કામ કરનાર મજૂરોનાં પરિવારજનો મોટી સંખ્યામાં ભેગાં થયા હતા. ફાયર વિભાગ દ્વારા પણ ઘટના સ્થળે દોડી જઇ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, નુડલ્સ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 40 મૃતદેહો મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી કરી ઘણા લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા, ત્યારે ઘટનામાં ઓછોમાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. તો સાથે જ નુડલ્સ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં 52 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story