Connect Gujarat
દુનિયા

Breaking News: જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ફાયરિંગ, હાલત ગંભીર

Breaking News: જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ફાયરિંગ, હાલત ગંભીર
X

જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. ગોળી શિંજો આબેને છાતીમાં વાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આબેનું લોહી ખૂબ જ વહી ગયુ હોવાથી તેમની હાલત ગંભીર છે.



શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબારનો અવાજ સાંભળ્યો. હાલ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે

Next Story