Connect Gujarat
દુનિયા

ભારતનું દબાણ કામ આવ્યું, બ્રિટને કોવિશીલ્ડને આપી માન્યતા

ભારતનું દબાણ કામ આવ્યું, બ્રિટને કોવિશીલ્ડને આપી માન્યતા
X

ભારત તરફથી બનાવવામાં આવેલું દબાણ કામ કરી ગયુ. બ્રિટનને આખરે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી રસી કોવિશીલ્ડને પોતાના પ્રવાસ નિયમોમાં માન્યતા આપી છે. પરંતુ સાથે એક પેચ પણ લડાવ્યો છે.

હકિકતમાં હજું પણ બ્રિટન જનારા ભારતીયોને ક્વોરેન્ટાઈન રહેવું ફરજિયાત છે. બ્રિટને પોતાની ટ્રાવેલ પોલિસીમાં ફેરફાર કરી કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે. પરંતુ તેમણે ભારતના રસી સર્ટિફિકેટને મંજૂરી નથી આપી જેના કારણે જમીની સ્તર પર ભારતીય પ્રવાસીઓ માટે કોઈ ખાસ ફેરફાર નહીં થાય.

નવી ગાઈડલાઈન મુજબ એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વજેવરિયા અને મોર્ડના ટકીડાના ફોર્મૂલેશનને માન્યતા આપવામાં આવી છે. પરંતુ કોવિશીલ્ડના બન્ને ડોઝ લેનારા પ્રવાસીઓને 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ ફરજિયાત છે. બ્રિટન સરકારે કહ્યું કે તે રસી સર્ટિફિકેટની માન્યતાને લઈને ભારતની સાથે મળીને કામ કરી રહી છે.

બ્રિટનના નવા નિયમ મુજબ કોવિશીલ્ડ રસી લેનારાને રસી લીધેલા નહોતા મનાઈ રહ્યા. જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી મેળવનારને માન્યતા આપવામાં આવી હતી જેને કારણે વિવાદ જન્મ્યો હતો. આ બાદ ભારત સરકારે મંગળવારે કહ્યું હતુ કે બ્રિટનને કોવિશીલ્ડને માન્યતા નહીં આપીને ભેદભાવ પૂર્ણ વલણ અપનાવ્યું છે અને જો આનું કોઈ સમાધાન નહીં કાઢવામાં આવે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. બ્રિટનને ટ્રાવેલ સંબંધમાં હાલ લાલ, એમ્બર અને લીલા રંગની એમ 3 અલગ અલગ યાદી બનાવી છે.

ખતરા અનુસાર અલગ અલગ દેશોને અલગ અલગ યાદીમાં રાખ્યા છે. જો કોઈ દેશ રેડ લિસ્ટમાં છે તો ત્યાંથી આવનારા લોકોને 10 દિવસ હોટેલ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. આ સમાપ્ત થાય તેના 2 દિવસ પહેલા તેનો કોરોના ટેસ્ટ થશે અને જે લોકોએ બે ડોઝ લઈ લીધા છે તેમને પણ આ નિયમો માનવા પડશે. નિયમ ભંગ કરનારને 10 હજાર પાઉન્ડનો દંડ છે. તેમજ જો કોઈ આરટીપીસીઆર ટેસ્ટ વગર બ્રિટન આવે છે તો તેને 5 હજાર પાઉન્ડનો દંડ છે.

Next Story