Connect Gujarat
દુનિયા

બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ, નવા 101 કેસ નોંધાતા હાહાકાર...

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે ટેન્શન વધી રહ્યું છે. ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે,

બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ, નવા 101 કેસ નોંધાતા હાહાકાર...
X

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે ટેન્શન વધી રહ્યું છે. ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે, ત્યારે બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો હોવાની આશંકા જોવા મળી રહી છે.

પીએમ બોરિસ જોહ્ન્સને પોતાના મંત્રીઓને કહ્યું છે કે, કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ ડેલ્ટા કરતાં પણ ખતરનાક છે અને બ્રિટનમાં અત્યારે મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટના 101 કેસ સામે આવ્યા હતા. જે સાથે જ આખા દેશમાં કુલ ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 437 થઈ ગઈ છે. બ્રિટનનાં સ્વાસ્થ્ય સાજિદ જાવેદ પહેલા જ કહી ચૂક્યા છે કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો છે. દેશમાં એવા કેસ સામે આવી રહ્યા છે, જે વિદેશ જઈને પાછા નથી આવ્યા છતાં ઓમિક્રોનથી સંક્રમિત છે. એવામાં કહી શકાય કે, લોકોમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 દેશમાં ઓમિક્રોન ફેલાઇ ચૂક્યો છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપી ફેલાય છે. તેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે, ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો. ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ફેલાયો છે. ભયની વાત એ છે કે, આ વાયરસ સંક્રમણ છતા રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી મ્યુટેશન કરનાર વેરિયન્ટ છે.

Next Story