Connect Gujarat
દુનિયા

ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું નિધન: લંડન બ્રિજ ઈઝ ડાઉન કોડ થયો લાગુ, વાંચો શું હોય છે આ કોડની જોગવાઈ

ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું નિધન: લંડન બ્રિજ ઈઝ ડાઉન કોડ થયો લાગુ, વાંચો શું હોય છે આ કોડની જોગવાઈ
X

બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. રાજવી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે બપોરે બાલમોરલમાં અવસાન થયું હતું. રાણી એલિઝાબેથ 70 વર્ષ સુધી બ્રિટનના રાણી હતા અને તેમણે 15 વડાપ્રધાનોનો કાર્યકાળ જોયો હતો. ક્વીન એલિઝાબેથના અવસાન બાદ ઓપરેશન લંડન બ્રિજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. રાણી એલિઝાબેથના મૃત્યુ પછી અમલમાં મુકવામાં આવનારી યોજનાઓનું કોડનેમ ઓપરેશન લંડન બ્રિજ છે.

માહિતી અનુસાર, મહારાણી એલિઝાબેથના મૃત્યુ પછી શું થશે તેની સંપૂર્ણ યોજના બ્રિટિશ સરકાર દ્વારા પૂર્વનિર્ધારિત છે. તેને કોડનેમ આપવામાં આવ્યું છે. ઓપરેશન લંડન બ્રિજ તરીકે ઓળખાતો આ કોડ ગોપનીય હતો પરંતુ તેના વિશેની માહિતી થોડા વર્ષો પહેલા જાહેર થઈ ગઈ હતી. મહારાણીના પાર્થિવ દેહની અંતિમયાત્રાનું સંચાલન કરવા માટે એક વિશાળ સુરક્ષા અભિયાનની યોજના બનાવવામાં આવી છે. તે જાણીતું છે કે, જ્યારે મહારાજા જ્યોર્જ છઠ્ઠાનું 65 વર્ષ પહેલા અવસાન થયું ત્યારે 'હાઈડ પાર્ક કોર્નર' કોડનેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોર્બ્સ અનુસાર, વર્ષ 2017માં 'ધ ગાર્ડિયન'એ એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં ચાર્લ્સને નવા રાજા કેવી રીતે જાહેર કરવામાં આવશે તે અંગેની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સિવાય રાણીના નિધન બાદ સમગ્ર બ્રિટનમાં શોકનો માહોલ છે. નિયમો અનુસાર બકિંગહામ પેલેસમાં શોકમાં સજ્જ એક નોકરે દરવાજા પર નોટિસ લગાવી. તે જ સમયે ઘાટા પૃષ્ઠભૂમિ સાથે સમાન સંદેશ મહેલની વેબસાઇટ પર દેખાશે જે બકિંગહામ પેલેસના ગેટ પર મૂકવામાં આવ્યો છે. તમામ સમાચાર વાચકો કાળો સૂટ અને કાળી ટાઈ પહેરશે. તમામ સરકારી કાર્યક્રમો બંધ રહેશે. યુકે સરકારની તમામ વેબસાઈટ પર બ્લેક બેનર પણ લગાવવામાં આવશે. મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવશે. લંડન બ્રિજના કોડનેમ મુજબ પહેલું નિવેદન પીએમ આપશે. આ સિવાય તમામ મંત્રીઓને નિર્દેશ આપવામાં આવશે કે, જ્યાં સુધી પીએમનું નિવેદન બહાર ન આવે ત્યાં સુધી તેઓ કંઈ બોલે નહીં. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલય દ્વારા બંદૂકની સલામી આપવામાં આવશે અને સમગ્ર યુકેમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે.

Next Story