Connect Gujarat
દુનિયા

18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100% કેપિસિટીની સાથે ભરશે ઉડાન,કેન્દ્ર સરકારે આપી મંજૂરી

18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100% કેપિસિટીની સાથે ભરશે ઉડાન,કેન્દ્ર સરકારે આપી મંજૂરી
X

દેશમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસને અનુલક્ષીને પેસેન્જર વિમાનોને પુરી ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100% કેપિસિટીની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં હવે ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રતિબંધ વગર ઓપરેટ કરી શકાશે. પેસેન્જરની માંગણીને અનુલક્ષીને આમ કરવામાં આવ્યું છે. નવો આદેશ સોમવારે 18 ઓક્ટોબરથી લાગુ થશે. જોકે સરકાર તમામ વિમાન કંપનીઓને કોરોના ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સપ્ટેમ્બરમાં સરકારે ઘરેલુ ઉડાનની યાત્રા ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી હતી. આ પહેલા મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને જુલાઈમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કેપિસિટીને 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી.

Next Story