Connect Gujarat
દુનિયા

ભારત નેપાળની સીમા પર ફરી વાર આવ્યો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.9ની તીવ્રતા....

ભારત-નેપાળ સરહદ પર ફરી એકવાર ભૂકંપ નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી.

ભારત નેપાળની સીમા પર ફરી વાર આવ્યો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.9ની તીવ્રતા....
X

ભારત-નેપાળ સરહદ પર ફરી એકવાર ભૂકંપ નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. આ ભૂકંપ લગભગ તે જ જગ્યાએ નોંધવામાં આવ્યો હતો જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં અનેક આંચકા નોંધાયા હતા. આ આંચકા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારો સુધી નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ઉત્તરકાશીમાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3:49 કલાકે અનુભવાયેલા ભૂકંપના આંચકાના કારણે લોકોની જાગી ગયા હતા અને બિલ્ડિંગ નીચે દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટપ સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ઉત્તરકાશીના જનપદના બુડકોટ,પુરોલા,મોરી, નૌગાંવસહિત આસપાસના ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ કોઇ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. 3 ઓક્ટોબરે પણ દિલ્લીમાં જોરદાર ભૂકંપના આંચકાએ દિલ્લીની ધ્રૂજાવી હતી. મંગળવારે 3 ઓક્ટોબરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.

Next Story