Connect Gujarat
દુનિયા

ચીનમાં ઓમિક્રોનનો ડર, કડક લોકડાઉનનું અમલ...

આ નવા વાયરસના પ્રકોપના કારણે ચીનના અનયાંગ સહિત શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ચીનમાં ઓમિક્રોનનો ડર, કડક લોકડાઉનનું અમલ...
X

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. આ નવા વાયરસના પ્રકોપના કારણે ચીનના અનયાંગ સહિત શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 2 કરોડથી વધુ લોકો કડક લોકડાઉનની કેદમાં છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી પ્રમાણે, ખૂબ જ કડકાઈ વર્તાવવામાં આવી રહી છે.

ચીન પોતાના નાગરિકો પર ખૂબ જ કડક નિયમો લાગુ કરીને કોરોના પર કાબૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીને મોટા પાયે ક્વોરન્ટીન કેમ્પસનું એક નેટવર્ક બનાવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં મેટલ બોક્સ બનાવવામાં આવ્યા છે. એમાં પ્રેગ્નટ મહિલા, બાળકો સહિત તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવે છે. મહામારીની શરૂઆતના સમયે વુહાન અને હુબેઈ પ્રાંતના બીજા ભાગોને બંધ કર્યા બાદથી અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન છે. અત્યારે શિયાનમાં આશરે સવા કરોડ લોકો અને યુઝ્હોઉમાં 10 લાખથી વધુ લોકો લોકડાઉનને કારણે કેદમાં છે. ઝીરો કોવિડ પોલિસી પ્રમાણે, ચીનમાં જે પ્રમાણેનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે, એ અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન ગણવામાં આવી રહ્યું છે. એમાં ક્રૂર પ્રતિબંધો લોકો પર થોપવા માં આવ્યા છે. કોરોનાના ડરને કારણે લોકોને મેટલના નાના બોક્સ જેવા રૂમમાં 2 અઠવાડિયા સુધી કેદ કરવામાં આવી રહ્યા છે. સુવિધાના નામે એમાં પથારી અને શૌચાલય છે. ચીનના મીડિયાએ પોતે શિજિયાઝુઆંગ પ્રાંતમાં 108 એકરના ક્વોરન્ટીન કેમ્પસમાં હજારો લોકોને કેવી રીતે મૂકવામાં આવ્યા છે. એની તસવીરો શેર કરી છે. આ કેમ્પસ પ્રથમ જાન્યુઆરી 2021 માં બનાવવામાં આવ્યા હતા.

Next Story