અમેરિકાના મોન્ટાના રાજ્યમાં સ્થિત ઈન્ટરસ્ટેટ 90 હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક પછી એક ઓછામાં ઓછા 20 વાહનો અથડાયા હતા. જેના કારણે પાંચ લોકોના મોત થયા છે. ત્યાં અન્ય ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મોન્ટાનાના ગવર્નર ગ્રેગ ગિયાફોર્ટે ટ્વીટ કર્યું કે, "હાર્ડિન નજીક મોટી સંખ્યામાં જાનહાનિના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. કૃપા કરીને પીડિતો અને તેમના પ્રિયજનો માટે પ્રાર્થનામાં મારી સાથે જોડાઓ. અમે પ્રથમ બચાવકર્તાઓને તેમની સેવા માટે આભારી છીએ.
આ અકસ્માત હાર્ડિનથી પાંચ કિલોમીટર પશ્ચિમમાં થયો હતો. મોન્ટાના હાઈવે પેટ્રોલના સાર્જન્ટ જય નેલ્સને એમટીએન ન્યૂઝને જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ નોંધાઈ હતી અને બચાવકર્તા 90 મિનિટ પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.