Connect Gujarat
દુનિયા

G-20 સમિટના સૌથી ધનિક વ્યકતી છે ભારતના જમાઈરાજા, અમીરોની યાદીમાં સુનક 222માં સ્થાને, જાણો કુલ સંપતિ.....

બ્રિટિશ PM ઋષિ સુનક હાલમાં G-20 સમિટ માટે ભારતમાં છે. રવિવારે તેમના પત્ની સાથે અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા.

G-20 સમિટના સૌથી ધનિક વ્યકતી છે ભારતના જમાઈરાજા, અમીરોની યાદીમાં સુનક 222માં સ્થાને, જાણો કુલ સંપતિ.....
X

બ્રિટિશ PM ઋષિ સુનક હાલમાં G-20 સમિટ માટે ભારતમાં છે. રવિવારે તેમના પત્ની સાથે અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા. ઋષિ સુનક અને અક્ષતા મુર્તિ જી 20 સમિટમાં ભાગ લેનાર સૌથી ધનિક કપલ છે. આ બંને પાસે અપાર સંપતિ છે. ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મુર્તિ પાસે રૂ 756 કરોડની સંપતિ છે. જેમાંથી માત્ર ઋષિ સુનક પાસે 178 કરોડથી વધુની સંપતિ છે. ઋષિ સુનક અને અક્ષતા મુર્તિ કુલ 4 વૈભવી મિકલતો ધરાવે છે. તેનું મુખ્ય રહેઠાણ કેન્સિંગટનમાં છે જે 5 બેડરૂમનુ મેવ હાઉસ છે. તેની કિંમત 7 બિલિયન યુરો છે. સુનક પાસે નોર્થ યોર્કશાયરમાં 18 કરોડ રૂપિયાનું મેનોર હાઉસ છે. જેમાં ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ અને અન્ય વસ્તુઓ આવેલી છે. તેની પાસે એક પેન્ટહાઉસ પણ છે. જેની કિંમત 60 કરોડ રૂપિયા છે. પીએમ સુનક પાસે 3 લક્ઝરીયસ કાર છે. આમાં લેન્ડ રોવર ડિસ્કવરી, જગુઆર XJ અને ફોક્સ વેગન ગોલ્ફ mk6 GTI સામેલ છે. ઋષિ સુનકે ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી ફિલોસોફી અને ઈકોનોમી માં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.

Next Story