/connect-gujarat/media/post_banners/7757090f2c5bb1b1d7749a79f84beace970910c3662ed42eec2ead879e0fae07.webp)
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મંગળવારે 24 ઓક્ટોબર 18મા દિવસે યુદ્ધ યથાવત છે. દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, આ દાવો ઉગ્રવાદી સંગઠન હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે. ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઇ હુમલાઓ કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ 400થી વધુ ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે. હમાસના ત્રણ ડેપ્યુટી કમાન્ડર સહિત સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ગાઝામાં 24 કલાકમાં 704 લોકોના મોત થયા છે. ઇઝરાયલે મસ્જિદોમાં બનેલા હમાસના અનેક કમાન્ડ સેન્ટરોને નષ્ટ કર્યા હતા. એક ટનલ પણ નષ્ટ કરવામાં આવી હતી, જેના દ્વારા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા હતા. હમાસે મંગળવારે કહ્યું કે તેણે ગાઝામાં નાગરિકો પરના હુમલાના જવાબમાં તેલ અવીવ તરફ રોકેટ છોડ્યા. તેલ અવીવમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. બીબીસીના અહેવાલ મુજબ રોકેટ હુમલામાં પાંચ ઈઝરાયેલના નાગરિકો ઘાયલ થયા છે.