Connect Gujarat
દુનિયા

ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર

ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર
X

સમગ્ર વિશ્વમાં કોરાના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાને હરાવવા માટે અનેક દેશોમાં લોકો કોરોના વેક્સીન લે તે માટે અનેક પ્રકારની આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વેક્સીનેશનની ગતિ ધીમી પડી રહે છે.

ન્યૂયોર્કના મેયરે બુધવારે એલાન કર્યું છે કે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેનાર વ્યક્તિને 100 ડૉલર (રૂ. 7,442) આપવામાં આવશે. આ ઓફર શુક્રવારથી શરૂ થઈ રહી છે. અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટના કેસ વધી રહ્યા છે અને લોકોને વેક્સીન લેવા માટે ખાસ ઓફર આપવામાં આવી છે. યુવાવર્ગ વેક્સીન લે તે માટે પ્રોત્સાહન આપવા આ આકર્ષક ઓફર આપવામાં આવી છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ મંગળવારે વધુ જોખમવાળા વિસ્તારોમાં વેક્સીનના બે ડોઝ લીઘેલ વ્યક્તિઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.

સિટી વાઈડ ઈમ્યુનાઈઝેશન રજિસ્ટ્રીએ ડેટાને સંકેત આપ્યો, કે ન્યૂયોર્ક શહેરમાં 40.8% રહેવાસીઓનું વેક્સીનેશન થયું નથી. તમામ રહેવાસીઓમાં 59.2% લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. વેક્સીન લેવા પ્રેરિત કરવા માટે 1000 ડૉલરની ઓફર આપવામાં આવી હતી, ત્યારબાદ ઓફરની રકમ 100 ડૉલર કરવામાં આવી છે.

Next Story