અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત,સાત ઘાયલ

અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા.

New Update
a
Advertisment

અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા.

Advertisment

આ ઘટના અંગે અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર સાયબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે,કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાને કોઈ લેવા દેવા છે કે કેમન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે. 

મીડિયા અનુસાર વિસ્ફોટ થતા પહેલા આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વીડિયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.

સાયબર ટ્રકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટેસ્લાના CEO એલોન મસ્ક લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલની બહાર સાઇબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં સમાન હુમલા વચ્ચે કડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંને વાહનો એક જ કાર રેન્ટલ સાઇટ ટુરો પરથી ભાડે આપવામાં આવ્યા હતા.

મસ્કનું કહેવું છે કે સાયબર ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. મસ્કે પર લખ્યું કે એવું લાગે છે કે આ એક આતંકવાદી કૃત્ય હોઈ શકે છે.

Latest Stories