Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનઃ પંજાબમાં જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 15 લોકોનાં મોત, 60 ઘાયલ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી બસ ખીણમાં પડતાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 60 ઘાયલ થયા હતા.

પાકિસ્તાનઃ પંજાબમાં જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 15 લોકોનાં મોત, 60 ઘાયલ
X

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી બસ ખીણમાં પડતાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 60 ઘાયલ થયા હતા. આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. રવિવારે મોડી રાત્રે, તે લાહોરથી લગભગ 240 કિમી દૂર કલ્લાર કહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં આ ઘટના બની હતી.

બચાવ અધિકારી મોહમ્મદ ફારુકે સોમવારે જણાવ્યું હતું કે, "બસ પલટી એ પહેલા રોંગ સાઇડથી આવતા ત્રણ વાહનો સાથે અથડાઈ હતી અને તે પછી ખીણમાં ખાબકી હતી. બસ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા લોકોને લઈ જઈ રહી હતી. ઇમરજન્સી રેસ્ક્યૂ સર્વિસ 'રેસ્ક્યૂ 1122'એ જણાવ્યું કે બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. ફારુકે કહ્યું કે મૃતકો અને ઘાયલોને બસને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘાયલોને રાવલપિંડી અને ઈસ્લામાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમાંથી 11ની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો.

Next Story