Connect Gujarat
દુનિયા

રશિયામાં પ્લેન ક્રેશ: 2 પાઇલટ સહિત કુલ 16 લોકોના મોત,7 નો બચાવ

રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.

રશિયામાં પ્લેન ક્રેશ: 2 પાઇલટ સહિત કુલ 16 લોકોના મોત,7 નો બચાવ
X

રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી સર્વિસે સ્પુતનિકને જણાવ્યું કે 7 ઘાયલ હોસ્પિટલમાં દાખલ છે. જોકે બાકીના 16 લોકોના જીવતા હોવાના સંકેત નથી. ઈમરજન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યું કે વિમાનમાં પેરાશૂટ જંપર સવાર હતા. લોકલ હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે સાત ઘાયલ લોકોમાંથી એકની સ્થિતિ ગંભીર છે.આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતુ, જે બે એન્જિનવાળું શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રશિયામાં વિમાનની સુરક્ષાના માપદંડોમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં હજી કેટલાક દૂરના વિસ્તારોમાં જુના વિમાનોમાં દુર્ઘટનાનું પ્રમાણ ઘટ્યું નથી. આ પહેલા એન્ટોનોવ An-26 ટ્રાન્સપોર્ટ પ્લેન ગત મહિને રશિયાના પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા. જુલાઈમાં કામચટકામાં એક એન્ટોનોવ An-26 ટ્વિન એન્જિન ટર્બોપ્રોપમાં સવાર તમામ 28 લોકોના મૃત્યુ થયા હતા.

Next Story