પીએમ મોદી જો બાઇડનને મળ્યા; જુઓ બાઇડને પોતાના 'ઇન્ડિયા કનેક્શન' વિશે શું જણાવ્યું.!

New Update

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને વડાપ્રધાન મોદી વચ્ચે શુક્રવારે પ્રથમ મુલાકાત થઈ હતી. પીએમ મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. શુક્રવારની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પોતાના 'ઇન્ડિયા કનેક્શન' વિશે જણાવ્યું હતું. તેમણે બાઇડન 'સરનેમ' વાળા એક વ્યક્તિ વિશે એક ઘટનાને યાદ કરતા જણાવ્યુ કે, 1972માં પ્રથમ વખથ સિનેટર તરીકે ચૂંટાઈ આવ્યો ત્યારે આ વ્યક્તિએ મને પત્ર લખ્યો હતો.

2013ના વર્ષમાં અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે કરેલા મુંઈઈ પ્રવાસને યાદ કરતા બાઇડને જણાવ્યુ હતુ કે, મને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં મારું કોઈ સંબંધી છે. મેં કહ્યુ હતુ કે હું આ અંગે નિશ્ચિત નથી. પરંતુ જ્યારે હું 1972માં 29 વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યો હતો ત્યારે મુંબઈમાંથી બાઇડન 'સરનેમ' ધરાવતા એક વ્યક્તિનો મને પત્ર મળ્યો હતો.

બાઇડને વધુમાં કહ્યુ કે, બીજા દિવસે સવારે પ્રેસે મને જણાવ્યું કે, ભારતમાં પાંચ બાઇડન રહે છે. આ અંગે વિસ્તારથી જણાવતા બાઇડને મજાકના મૂડમાં કહ્યુ કે, "ઈસ્ટ ઇન્ડિયા ટી (ચા) કંપનીમાં એક કેપ્ટન જ્યોર્જ બાઇડન હતા. જે એક આઇરીશ વ્યક્તિ માટે સ્વીકાર કરવું મુશ્કેલ હતું. હું આશા રાખું છું કે તમે મજાક સમજી રહ્યા છો. તેઓ કદાચ ત્યાં જ રહ્યા અને એક ભારતીય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા."

બાઇડને વધુમાં કહ્યુ કે, "હું ક્યારેય તેનું સરનામું નથી શોધી શક્યો. આથી આ આખી બેઠકનો ઉદેશ્ય આના સમાધાન માટે મારી મદદ કરવાનો છે." બાઇડનની આવી વાત બાદ કક્ષમાં હાજર પીએમ મોદી સહિત તમામ લોકો હસી પડ્યા હતા.

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે યોજાયેલી ક્વાડ દેશોની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગ્યે પીએમ મોદી UNGAને સંબોધન કરશે. પીએમ મોદી બુધવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે વૉંશિગટન પહોંચ્યા હતા. કોવિડ-19 પ્રકોપ પછી પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે.

Read the Next Article

રશિયામાં સ્કૂલ-કૉલેજની છોકરીઓ થઈ રહી છે પ્રેગનન્ટ, સરકાર આપે છે લાખો રૂપિયાનું ઇનામ

કટોકટીનો સામનો કરવા માટે, રશિયન સરકારે ઘણી નવી યોજનાઓ બનાવી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને, ખાસ કરીને યુવાનો અને મહિલાઓને, વહેલા લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવાનો છે

New Update
Russia Government

 રશિયા હાલમાં ફક્ત યુદ્ધ અને રાજકીય મુદ્દાઓને કારણે જ નહીં, પરંતુ વસ્તીની મોટી સમસ્યાને કારણે પણ સમાચારમાં છે. ત્યાંની વસ્તી ઝડપથી ઘટી રહી છે. દેશમાં જન્મેલા બાળકોની સંખ્યા સતત ઘટી રહી છે, યુવાનો યુદ્ધમાં મૃત્યુ પામી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો દેશ છોડી રહ્યા છે. આ બધાને કારણે રશિયન સરકારની ચિંતા વધી ગઈ છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી સમયમાં દેશની વસ્તી ખૂબ જ ઘટી જશે, જે દેશના વિકાસ માટે ખતરો બની શકે છે.

આવી સ્થિતિમાં, આ કટોકટીનો સામનો કરવા માટે, રશિયન સરકારે ઘણી નવી યોજનાઓ બનાવી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને, ખાસ કરીને યુવાનો અને મહિલાઓને, વહેલા લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવાનો છે. સરકાર હવે મહિલાઓને નાણાકીય મદદ આપીને આને પ્રોત્સાહન આપી રહી છે. તે જ સમયે, રશિયાના કેટલાક વિસ્તારોમાં, શાળા અને કોલેજની વિદ્યાર્થિનીઓ પણ ગર્ભવતી થાય તો તેમને મોટું રોકડ પુરસ્કાર આપવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ કે રશિયામાં સરકાર તરફથી ગર્ભવતી વિદ્યાર્થિનીઓને કેટલા લાખ રૂપિયા ઈનામ તરીકે મળી રહ્યા છે.

ગર્ભવતી વિદ્યાર્થિનીઓને ઈનામ તરીકે કેટલા લાખ રૂપિયા મળી રહ્યા છે ? 
આ યોજના રશિયાના કેટલાક વિસ્તારોમાં જેમ કે કેમેરોવો, કારેલિયા, બ્રાયન્સ્ક, ઓરિયોલ અને ટોમ્સ્કમાં ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, જો કોઈ છોકરી શાળા કે કોલેજમાં અભ્યાસ કરી રહી હોય અને તે ઓછામાં ઓછી 22 અઠવાડિયાની ગર્ભવતી હોય અને તેણે સરકારી મેટરનિટી ક્લિનિકમાં નોંધણી કરાવી હોય, તો તેને 1 લાખ રૂપિયા સુધીનું એક વખતનું રોકડ બોનસ આપવામાં આવશે.

રશિયામાં જન્મ દર હવે તેના ઐતિહાસિક સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જ્યાં 2024 ના પહેલા ભાગમાં રશિયામાં ફક્ત 599,600 બાળકોનો જન્મ થયો હતો, જે છેલ્લા 25 વર્ષમાં સૌથી ઓછો આંકડો છે. એટલું જ નહીં, આ સંખ્યા ગયા વર્ષ કરતા 16,000 ઓછી છે. તે જ સમયે, આ પહેલી વાર છે જ્યારે એક મહિનામાં જન્મેલા બાળકોની સંખ્યા 1 લાખથી નીચે આવી ગઈ છે. આ કારણે, રશિયન સરકાર વસ્તી વધારવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે.

વસ્તી વધારવા માટે રશિયાની શું યોજના છે ?

1. રોકડ પુરસ્કાર - રશિયાના ઘણા પ્રદેશોમાં, સરકાર પ્રથમ, બીજા કે ત્રીજા બાળકના જન્મ પર અલગ અલગ રોકડ બોનસ આપે છે. ઉદાહરણ તરીકે, બ્રાયન્સ્કમાં, ત્રીજા બાળક પર 1.5 લાખ સુધીનું ઇનામ આપવામાં આવે છે, ઉલિયાનોવસ્કમાં એક યુવાન માતાને 2 લાખ સુધીનું ઇનામ આપવામાં આવે છે અને ચેલ્યાબિન્સ્કમાં મોટા પરિવારોને 10 લાખ સુધીનું ઇનામ આપવામાં આવે છે.

2. હાઉસિંગ સબસિડી - રશિયામાં, જે લોકોના ઘરમાં બાળકો હોય તેમને ઘર ખરીદવા માટે સબસિડી, ઓછા વ્યાજ દરે લોન અને કેટલીક જગ્યાએ મફત જમીન પણ મળે છે.

૩. બાળ ભથ્થું - રશિયન બાળકોના વાલીપણામાં મદદ કરવા માટે, જન્મથી ૧૮ વર્ષ સુધી માસિક બાળ ભથ્થું આપવામાં આવે છે. ગરીબ અથવા આર્થિક રીતે નબળા પરિવારોને વધુ મદદ આપવામાં આવે છે અને બાળકની ઉંમર અનુસાર ભથ્થું વધે છે.

૪. માતૃત્વ મૂડી કાર્યક્રમ - આ યોજના ૨૦૦૭ માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકાર બીજા કે ત્રીજા બાળકના જન્મ પર નાણાકીય મદદ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, પહેલા બાળક માટે ૫ લાખ રુબેલ્સ અને બીજા બાળક માટે ૧.૫ લાખ રુબેલ્સ આપવામાં આવે છે.

Latest Stories