Connect Gujarat
દુનિયા

યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલાની સંભાવના, જો વિસ્ફોટ થાય તો ભયાનક પરિણામ આવશે : વિદેશ મંત્રી કુલેબા

36 વર્ષ પહેલા તા. 26 એપ્રિલ 1986ના રોજ તત્કાલિન સોવિયત સંઘમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો.

યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલાની સંભાવના, જો વિસ્ફોટ થાય તો ભયાનક પરિણામ આવશે : વિદેશ મંત્રી કુલેબા
X

36 વર્ષ પહેલા તા. 26 એપ્રિલ 1986ના રોજ તત્કાલિન સોવિયત સંઘમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે, થોડા જ કલાકોમાં અહીં કામ કરતા 32 કામદારોના મોત થયા હતા.

રશિયાઅને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, રશિયાની સેના યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ચારે બાજુથી ફાયરિંગ કરી રહી છે. આગ પહેલાથી જ ભડકી ગઈ છે, જો તે વિસ્ફોટ થશે તો તે ચેર્નોબિલ હોનારત કરતા 10 ગણી વધુ ખતરનાક હશે. યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે, રશિયાએ દક્ષિણ યુક્રેનિયન શહેર એનર્હોદરમાં પાવર સ્ટેશન પર હુમલો કર્યા બાદ આગ ફાટી નીકળી હતી. ઝાપોરિઝયા ન્યુક્લિયર પ્લાન્ટની સાઇટ નજીક રેડિયેશન શોધી કાઢવામાં આવી રહ્યું છે, જે દેશના વીજ ઉત્પાદનમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે.

રશિયન લશ્કરી સ્તંભ પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યો છે. સોવિયત સંઘના વિભાજન પછી ચેર્નોબિલ યુક્રેનમાં આવ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયન સેનાએ ચેર્નોબિલ પર કબજો કરી લીધો છે. યુદ્ધ દરમિયાન થયેલા ફાયરિંગમાં પરમાણુ કચરાના સંગ્રહની સુવિધાને નુકશાન થયું છે. આ ભયાનક અકસ્માતમાં પ્લાન્ટની છત ઉડી ગઈ હતી અને કિરણોત્સર્ગ દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું પરીક્ષણ કરવા માંગતા હતા. આ પરીક્ષણ માટે, એક નિયંત્રણ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી, જેના કારણે રિએક્ટર ભયજનક સ્તરે અસંતુલિત થઈ ગયું હતું.

Next Story