Connect Gujarat
દુનિયા

અમેરિકાના ટેક્સાસમાં એક યહૂદી મંદિરમાં આતંકીએઓ કર્યો હુમલો, 4 લોકોને બનાવ્યા બંધક

અમેરિકાના ટેક્સાસમાં એક યહૂદી મંદિરમાં આતંકીએઓ કર્યો હુમલો, 4 લોકોને બનાવ્યા બંધક
X

અમેરિકાના ટેક્સાસમાં એક આતંકીએ શનિવારે એક યહૂદી મંદિર (સિનેગોગ)માં હુમલો કરીને 4 લોકોને બંધક બનાવી લીધા છે. આતંકીએ ટેક્સાસની જેલમાં કેદ પાકિસ્તાની ન્યૂરો સાયન્ટિસ્ટ આફિયા સિદ્દીકીને મુક્ત કરવાની માગ કરી છે. આફિયાને અલ કાયદા સાથે સંબંધ રાખવાના આરોપમાં અમેરિકામાં જેલની સજા કરાઈ છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે કહ્યું હતું કે શનિવારે સવારે (અમેરિકન સમય અનુસાર) ડલાસ વિસ્તારમાં આવેલા સિનેગોગમાં લોકોને બંધક બનાવાયા છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્ટેટ મીડિયાના અનુસાર, આતંકીએ 4 લોકોને બંધક બનાવ્યા છે. ટેક્સાસ પોલીસ, સ્વૉટ સ્ક્વોડ અને એફબીઆઈની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઘટનાની જાણકારી લીધી છે.

Next Story