Connect Gujarat
દુનિયા

બિલકિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવા બાબતે US કમિશને વાંધો ઉઠાવ્યો.!

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ ગુજરાતના બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

બિલકિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવા બાબતે US કમિશને વાંધો ઉઠાવ્યો.!
X

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ ગુજરાતના બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. પંચે કહ્યું કે આજીવન કેદની સજા પામેલા દોષિતોને વહેલા મુક્ત કરવાએ અયોગ્ય અને ન્યાયની મજાક ઉડાવનારી છે. યુએસસીઆઈઆરએફના વાઇસ પ્રેસિડેન્ટ અબ્રાહમ કૂપરે એક નિવેદન બહાર પાડીને રિલીઝ કરવાના નિર્ણયની નિંદા કરી છે. કમિશનના કમિશનર સ્ટીફન સ્નેકે જણાવ્યું હતું કે આ નિર્ણય ધાર્મિક લઘુમતીઓ સામેની હિંસામાં સામેલ લોકોને મુક્તિ આપવાની પેટર્નનો એક ભાગ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 2002 પછીના ગોધરા રમખાણો દરમિયાન ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની પાંચ વર્ષની પુત્રી અને અન્ય 13 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 2008માં હત્યા અને સામૂહિક બળાત્કારના 11 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી.

યુએસ કમિશન ઓન રિલિજિયસ ફ્રીડમએ શ્નેકને ટાંકીને કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણો માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવામાં સિસ્ટમ નિષ્ફળ રહી છે. તેમણે તેને ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા કરનારાઓને સજામાંથી મુક્ત કરવાનો એક માર્ગ ગણાવ્યો હતો.

Next Story