Connect Gujarat
દુનિયા

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી, જાણો શું છે..?

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી, જાણો શું છે..?
X

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી, જાણો શું છે..?

યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા જંગથી હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. આ તમામની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત નવી એડવાઈઝરી જાહેર કરી છે. નવી એડવાઈઝરી મુજબ જોઈએ તો, ત્યાં ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે

MEA તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, બોર્ડર પોસ્ટ પર ભારત સરકારના અધિકારી સાથે સલાહ લીધા વગર ન જવું.અહીં ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ થઈ ગઈ છે.

રોમાનિયાના રસ્તે આ તમામને સ્વદેશ પાછા લાવવામાં આવી રહ્યા છે. આમ તો, ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસીની તૈયારી ગુરૂવારથી શરૂ થઈ ગઈ છે, જ્યારે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે, પોલેન્ડ અને હંગેરીના રસ્તેથી તમામને બહાર કાઢવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યુક્રેનમાં હજૂ પણ 20 હજારથી વધારે ભારતીયો ફસાયેલા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના આંકડા છએ, જ્યાં ભણવા માટે ગયેલા છે. આ તમામની વચ્ચે અમુક તસ્વીરો એવી પણ આવી છે, જ્યાં મેડિકલના વિદ્યાર્થીઓ સુરંગમાં છુપાવવા માટે મજબૂર બન્યા છે. તો વળી આના કારણે ભારત સરકાર તરફથી રેસ્ક્યૂ મિશન પણ ઝડપી બનાવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.

Next Story