Connect Gujarat
દુનિયા

અમેરિકા: વ્હાઈટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં થયો ગોળીબાર, એક પોલીસકર્મી ઘાયલ

ડીસી પોલીસ યુનિયને પણ તેની પુષ્ટિ કરી છે કે, શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

અમેરિકા: વ્હાઈટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં થયો ગોળીબાર, એક પોલીસકર્મી ઘાયલ
X

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં સંગીત કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ થયું છે. જેમાં એક પોલીસ અધિકારી સહિત કેટલાય લોકોને ગોળી વાગી છે. આ વિસ્તાર વ્હાઈટ હાઉસથી લગભગ 2 માઈલ કરતા પણ ઓછા અંતરે આવેલો છે. ડીસી પોલીસ યુનિયને પણ તેની પુષ્ટિ કરી છે કે, શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, શૂટિંગ 14 વે અને યૂ સ્ટ્રીટ પર સંગીત સમારંભની સાઈટ પર અથવા તેની બાજૂમાં થયો હતો. એમપીડી અધિકારીના પગમાં ગોળી વાગી છે. સાથે જ પીડિતોને લઈને કોઈ વધુ વિગતો આવી નથી. પોલીસ લોકોને આ વિસ્તારમાંથી જીવ બચાવી સુરક્ષિત જગ્યાએ જવા કહી રહી છે. ફાયરિંગ કરનારા શખ્સને લઈને હાલમાં કોઈ વિગતો આવી નથી. તો વળી અલબામાના ચર્ચમાં રવિવારે પૂૂજા ફરીથી શરૂ કરવામાં આવી હતી. જ્યાં એક બંદૂકધારીએ અઠવાડીયાની શરૂઆતમાં ત્રણ વૃદ્ધોને ગોળી મારી હત્યા કરી નાખી હતી. આયરનડેલના 84 વર્ષિય વાલ્ટર બાર્ટ રાઈની, પેલહમની 75 વર્ષિય સારા યેગર અને 84 વર્ષિય એક અન્ય મહિલાનું ગુરૂવારે રાતે થયેલા હુમલામાં મોત થઈ ગયું હતું. પોલીસે ત્રીજી પીડિતાના નામનો ખુલાસો કર્યો નથી.

Next Story