અંકલેશ્વર ની MTM ગર્લ્સ હાઇસ્કુલ માં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
BY Connect Gujarat30 July 2016 12:40 PM GMT
X
Connect Gujarat30 July 2016 12:40 PM GMT
અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ ના ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ONGC અંકલેશ્વર તેમજ બાલ આરોગ્ય નામક બિન સરકારી સંસ્થા દ્વારા આયોજિત આ કેમ્પ માં શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ની શારીરિક તબીબી તપાસ હાથ ધરાઈ હતી અને જરૂરી સૂચનો અપાય હતા.આ કેમ્પમાં જાણીતા તબીબી ડો.કીર્તિ મોદી અને ડો.પૂનમ જૈને સેવા આપી હતી.આ પ્રસંગે માધ્યમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન ધર્મેશ મકવાણા,શાળા ના આચાર્ય સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story