અંકલેશ્વર : પાનોલી GIDCમાં યશ રસાયણ કંપનીમાં ગેટ પડતા કામદારનું મોત

New Update
અંકલેશ્વર : પાનોલી GIDCમાં યશ રસાયણ કંપનીમાં ગેટ પડતા કામદારનું મોત

કંપનીના જામ થયેલ ગેટને ખોલવા ગયેલ કામદાર ઉપર જ પડ્યો.

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલ યશ રસાયણ કંપનીમાં ગેટ પડતા ગંભીર ઈજાના પગલે ગેટ ખોલવા ગયેલ કામદારનું ઘતના સ્થજ્ળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ, મૂળ બિહારનો અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં રહેતો ૨૧ વર્ષીય મહંમદ રાજબીન પાનોલી જીઆઈડીસીમાં આવેલ યશ રસાયણ કંપનીમાં કામદાર તરીકે કામ કરતો હોઇ તા.૨૮મીની સવારના સમયે કંપનીનો ગેટ જામ થઇ જતા કંપનીના સિક્યુરીટી ગાર્ડે તેને ગેટ હટાવવામાં માટે બોલાવ્યો હતો.

દરમ્યાન ગેટ ધરાશાયી થતા કામદાર ગેટ નીચે દબાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત કામદાર મહંમદ રાજબીનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં હાજર તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.આ ઘટના અંગે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે ખશેડી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories