/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-6.jpg)
બે મહિના માં સતત ત્રીજી વખત બની આગની ઘટના
કોઈક તોફાની તત્વો દ્વારા ભંગારના ગોડાઉન તેમજ લાકડામાં આગ લગાવાતી હોવાનું અનુમાન
અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આગ લાગવાનો સીલસીલો યથાવત રહેતા વધુ એક વાર પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અને લાકડાના જથ્થામાં આગની ઘટના બનવા પામી છે .આ ઘટનામાં અંદાજે ત્રણ જેટલા ફાયર ફાયટરોએ આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો .
અંકલેશ્વર રાજપીપલા ધોરી માર્ગ રાજપીપલા ચોકડી થી દઢાલ ગામ સુધી વર્ષો થી લાકડાના વેપારીઓ થી ઘેરાયેલો રહ્યો છે .એમ કહી શકાય કે ભરૂચ જિલ્લાનું સૌથી મોટું લાકડા માર્કેટ અહીંયા આવેલ છે. સાથે સમય જતાં કેટલાક કેમિકલ ભગરિયાઓ પણ અહીંયા પોતાનો અડ્ડો જમાવ્યો છે. તેવામાં પાછલા બે મહિનામાં આ રોડ પર આગની સતત ત્રીજી ઘટના બનવા પામી છે . જેને લઇ અનેક તર્ક વિતર્ક પણ સર્જાવા પામ્યા છે .
ઘટના અંગે જાણીએ તો આગાઉ ની જેમ તારીખ પહેલી માર્ચ 2019ની મોડી રાત્રે રાજપીપલા રોડ પર ના શાંતિનાગર પાસે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોકે આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ લાકડાનો જથ્થો પણ ભીષણ આગની લપેટમાં આવી ગયો હતો. જોકે આગને પગલે લોક ટોળા ઉમટી પડતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અંદાજે ત્રણ જેટલા જીઆઇડીસીના ફાયર ફાઈટરોએ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગાઉ બે ભીષણ આગની ઘટનાને ધ્યાને લઇ કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે .
ખાસ નોંધવું રહ્યું કે મધ્ય રાત્રી એ બનેલ આગની ઘટના ધોરી માર્ગ થી ઘણે દૂર હોવાની મોટી ધુર્ઘટના બનતા અટકી હોય તે વાત ને નકારી શકાય તેમ નથી ત્યારે જીઆઇડીસી પોલીસે પણ આકસ્મિક આગ અંગેની અને વ્યાપક નુકશાન અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.